Home

Somnath TempleMallikarjun TempleMahakaleshwara TempleOmkareshwar Temple
Vaidyanath TempleBhimashankar TempleRameshwaram TempleNageshwar TempleVishwanath Temple
Trimbakeshwar Temple Kedarnath TempleGrishneshwar Temple

 

A Jyotirlinga or Jyotirling or Jyotirlingam is a shrine where Lord Shiva, an aspect of God in Hinduism is worshipped in the form of a Jyotirlingam or "Lingam of light." There are twelve traditional Jyotirlinga shrines in India.

Health & personal care

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ Parli Vaidyanath Jyotrlinga

 


ભક્તની પ્રેમભક્તિ પાસે તો ઈશ્વર પર હારી જાય છે. જગતને જે હિતકર ન હોય એવું વરદાન જો ભક્ત માગી બેસે તો ઈશ્વરે પણ પરાણે વરદાન આપવું તો પડે જ છે, પરંતુ કોઈ યુક્તિથી જગતને જે હિતકર હોય તેવું જ આખરે તો ઈશ્વર કરે છે. કૈલાસપતિ ભગવાન શંકર મહાદેવ તો ભોળાનાથ છે. તેમને પ્રાપ્‍ત કરવા કોઈ ભક્ત કઠોર તપ આદરે તો મહાદેવજી તેને વશ પણ થઈ જાય છે અને પોતાની સર્વ શક્તિ ભક્તને પ્રાપ્‍ત થાય છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ વિષે આવું જ બન્યું છે. રાક્ષસરાજ રાવણ અનન્ય શિવભક્ત હતો. તે મહા પંડિત હતો અને જ્યોતિર્તિવિદ્યામાં નિપુણ હતો. કુશળ રાજ્યકર્તા તો હતો જ, પરંતુ ગણિતશાસ્ત્રનો તે પ્રણેતા ગણાયો છે અને તાકાતમાં તો તેનો જોટો ન હતો. દસ ક્ષેત્રના પંડિતોની બુદ્ધિ અને કાર્યક્ષમતા તેનામાં હતી. એટલે તો સાહિત્યકારોએ રાવણને દસ મસ્તક – ધારી તરીકે વર્ણવ્યો છે. આટલા બધા ગુણોના સમન્વયનો ગર્વ પણ તેને ઓછો ન હતો. સીતા-સ્વયંવરમાં શિવધનુષ ઊપાડવામાં નિષ્‍ફળ જવાથી સર્વ-શક્તિમાન બનવાની તેને મહત્વાકાંક્ષા જાગી અને એવી ઈચ્છા થઈ કે કૈલાસપતિ ભગવાન શંકર જો કૈલાસ છોડીને તેના મહેલમાં હંમેશ માટે વાસ કરે તો પોતાની બધી જ મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ થાય. આ આશયથી કૈલાસપતિ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે લંકાપતિ રાવણ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર તપ કરવા લાગ્યો. ઘણા સમય સુધી દારુણ તપ કર્યા છતાં મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એટલે વધુ તીવ્ર તપ આદર્યું. છતાં પણ શિવજી તો પ્રસન્ન થયા જ નહીં.
આથી ખૂબ જ ક્રોધાયમાન થઈને લંકાપતિએ જમીનમાં મોટો ખાડો કર્યો, તેમાં અગ્નિનું સ્થાપન કર્યું. મહાયજ્ઞ શરૂ કર્યો, બાજુમાં મોટા પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી, સુગંધી પદાર્થો, ચંદન, જાતજાતના ધૂપ તેમ જ વિવિધ નૈવેદ્યોથી મહાદેવજીનું પૂજન કર્યું, આરતી અને પવિત્ર સ્તોત્રોથી શિવજીને પ્રસન્ન કરવા માટે શ્લોકો ગાયા, નૃત્ય કર્યાં, વાજિંત્રો વગાડ્યાં, તેમ જ મોઢામાં આંગળીઓ નાંખવી વગેરે અનેક પ્રકારના શાસ્ત્રોક્ત વિધિથી પૂજવા લાગ્યો. આ બધુય કરવા છતાં ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં, કારણ કે અંતર્યામી આશુતોષ ભગવાન તો જાણતા હતા કે આ તપની પાછળ મહાત્મા રાવણની સ્વાર્થી મહત્વાકાંક્ષાઓ છુપાએલી હતી ! આવી ઉગ્ર તપશ્ચર્યાને પણ નિષ્‍ફળ માનીને દસ-મસ્તકધારી રાવણ અત્યંત દુઃખી થયો અને તેને પોતાનાં બળ, તપશ્ચર્યા અને શરીર પ્રત્યે ધિક્કાર પેદા થયો. આથી એ મહાયજ્ઞના પ્રજ્વલિત અગ્નિમાં પોતાનું એક પછી એક મસ્તક કાપીને હોમવા લાગ્યો. નવ મસ્તકો તો હોમાઈ ગયાં અને દસમું મસ્તક કાપવા જતો હતો ત્યાં ભક્તવત્સલ ભોળાનાથ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા અને મહાત્મા રાવણને મનોવાંચ્છિત વરદાન માગવા કહ્યું, તેમ જ પોતાની અમોંઘ ર્દષ્ટિથી રાવણના કપાઈ ગયેલા મસ્તકો સાંધીને બરાબર જોડી દીધાં. સ્વસ્થ થઈને રાવણે પ્રાર્થના કરી કે "હે મહેશ્વર ! જ્યારે આપ પ્રસન્ન થયા છો તો પછી એથી વિશેષ દુર્લભ મને શું હોઈ શકે ? છતાં મારે ત્યાં કાયમ વાસ કરવા માટે આપને લંકા લઈ જવાની મને ઈચ્છા છે, તે પૂરી કરો." ભોળાનાથ મહાદેવે "તથાસ્તુ" કહીને ઉત્તમ સારવાળું પોતાનું જ્યોતિર્લિંગ રાવણના હાથમાં મૂક્યું અને ચેતવણી આપી કે "આ જ્યોતિર્લિંગ પૃથ્વી ઉપર જે સ્થળે મૂકીશ ત્યાં સ્થિત થશે અને ત્યાર પછી ત્યાંથી ઊઠશે નહીં." કોઈ પણ વ્યક્તિ ભલે અનેક ગુણોથી સભર પંડિત હોય અને ઘોર તપસ્યા માટે શક્તિમાન હોય, પરંતુ જો તેનામાં ગર્વ અને દુષ્‍ટતા હોય તો તેને ત્યાં વાસ કરવાનું ઈશ્વરને પસંદ હોતું નથી. આ અવગુણો તપસ્વી રાવણમાં હતા અને એટલે જ ભગવાન શંકરે વરદાન સાથે શરત મૂકી હતી. પોતાની અલૌકિક યોગશક્તિ દ્વારા રાવણ આકાશમાર્ગે લંકા જઈ રહ્યો હતો. રસ્તામાં લઘુશંકા – નિવારણની આવશ્યકતા ઊભી થતાં રાવણ અકળાયો. અંતે ધરતી ઉપર ઊતર્યો તો ખરો, પણ જ્યોતિર્લિંગનું શું કરવું, તે વિચરતો હતો, તેવામાં તેની નજર એક ગોવાળિયા પર પડી. આ જ્યોતિર્લિંગને જમીન પર નહીં મૂકવાની સૂચના સાથે એ જ્યોતિર્લિંગ ગોવાળિયાના હાથમાં મૂકીને રાવણ ગયો. દરમ્યાન આ જ્યોતિર્લિંગનાં અતિશય વજનથી થાકીને એ ગોવાળિયાએ જ્યોતિર્લિંગને જમીન પર મૂકી દીધું. રાવણ પાછો ફર્યો ત્યારે તો વજ્રનું સારગ્રાહી આ જ્યોતિર્લિંગ ધરતી ઉપર સ્થિત થઈ ચૂક્યું હતું! રાવણે પોતાનાં આંગળાં ખૂંચી જાય એવી તાકાત અજમાવવા છતાં જ્યારે આ જ્યોતિર્લિંગ ચસક્યું ય નહીં, ત્યારે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અને અભિષેક કરીને રાવણ પાછો લંકા ચાલ્યો ગયો. રાવણનાં કપાઈ ગયેલાં મસ્તકો કૈલાસપતિ મહાદેવ શંકરે વૈદ્યરાજની માફક સાંધીને જોડી આપેલાં, તેથી આ જ્યોતિર્લિંગ ‘વૈદ્યનાથ‘ નામથી પૂજાય છે.
Vaidyanath Temple in Deogarh
Vaidyanath Temple in DeogarhVaidyanath Temple, also called Vaijnath Temple and Baidyanth Temple is located at Deogarh in the Santal Parganas region of Bihar in the south west of Keeul Station. Baidyanath shrine is revered as one of the twelve Jyotirlingams of Shiva. It may be noted that some schools of thought believe Vaidyanath near Parali in Andhra Pradesh to be the Vaidyanatha Jyotirlingam.

Devotees of Lord Shiva believe that by sincere worship of Vaijnath Jyotirlinga a person is relieved of all worries and miseries in life. It is also said that by worshipping in the shrine a person attains Moksha and all types of happiness. As a tradition, devotees carry ‘Kanwars’ on their shoulders and complete their travel here.

Legend Behind Vaidyanath Temple
Legend has it that demon King of Lanka, Ravana meditated upon Lord Shiva, as he wanted to request him to come over to Sri Lanka and make his capital invincible. It is said that Ravana attempted to lift Mount Kailash and take it with him to his capital. However, Lord Shiva crushed it with his finger. Ravana prayed to him and sought his mercy, after which Bhagwan Shiva gave him one of the twelve Jyotirlingams on the condition that if it were placed on the ground it shall fix itself to the ground and shall remain there for eternity. Ravana thanked Lord Shiva and holding the Linga carefully started of to the Lanka. However, Varuna the God of Water, entered his belly and caused him to feel an urgent need to relieve himself. Vishnu then came down in the form of a lad and volunteered to hold the Jyotirlingam as he relieved himself. Before Ravana returned, Vishnu placed the Jyotirlingam on the ground and it became rooted to the spot. A disappointed Ravana offered severe penance to Shiva here, and cut off nine of his heads. Shiva revived him and joined the heads to the body, as if by the work of a Vaidya or a physician, hence this Jyotirlingam goes by the name Vaidyanath.

According to another legend, Vaidyanath is one of the 52 Shakti Pitha shrines of Sati. It is believed that the heart of Sati fell here, when her half burnt body being carried by Shiva at the end of Daksha's Yagna was chopped to pieces by Vishnu's discus.

Some people believe that this temple was re-discovered by a cowherd Baiju and hence named Baijnath.

Structure of Vaidyanath Jyotirlinga
Vaidyanath Temple at Deogarh houses a spacious courtyard bound by stone walls. In the temple complex are twenty-two other temples. The Baijnath or Vaidyanath temple faces east. The top of the Shiva Lingam is slightly broken, keeping with the legend that it chipped away when Ravana tried to uproot it. Near the temple is the Shivaganga Lake.

 

 

12 Jyotirlinga

Somnath TempleMallikarjun TempleMahakaleshwara TempleOmkareshwar Temple
Vaidyanath TempleBhimashankar TempleRameshwaram TempleNageshwar TempleVishwanath Temple
Trimbakeshwar Temple Kedarnath TempleGrishneshwar Temple

 Copyright all right reserved 12jyotirlinga.com