Home

Somnath TempleMallikarjun TempleMahakaleshwara TempleOmkareshwar Temple
Vaidyanath TempleBhimashankar TempleRameshwaram TempleNageshwar TempleVishwanath Temple
Trimbakeshwar Temple Kedarnath TempleGrishneshwar Temple

 

A Jyotirlinga or Jyotirling or Jyotirlingam is a shrine where Lord Shiva, an aspect of God in Hinduism is worshipped in the form of a Jyotirlingam or "Lingam of light." There are twelve traditional Jyotirlinga shrines in India.

 

Health & personal care

Grishneshwar Temple

 
 
ધૃષ્ણેશશ્વર જ્યોતિર્લિંગ
સહ્યાદ્રિ પર્વતમાળામાં દેવગિરિ નામે પર્વત છે, ત્યાં હજારો વર્ષ પહેલાં ભારદ્વાજ કુળમાં જન્મેલો સુધર્મ નામનો એક બ્રાહ્મણ તેની પત્ની સુદેહા સાથે રહેતો હતો. આ સુધર્મ નિષ્ણા ત અગ્નિહોત્રી અને શૈવશાસ્ત્રનો પંડિત હતો, તેમ જ દેવો અને અતિથિઓનું પૂજન કરનાર હતો. તે ત્રિકાળ-સંધ્યા કરતો હોવાથી સૂર્ય જેવો તેજસ્વી હતો, અને ઉદાર ધનવાન તેમ જ સજ્જન શિવભક્ત હતો. તેની પત્ની સુદેહા પણ ધર્મપરાયણ તેમ જ પતિસેવા અને ઘરકામમાં ચતુર હતી. તેમને કોઈ વાતની ખોટ ન હતી અને જો કોઈ કમી હતો તો એક માત્ર શેર માટીની હતી. પોતાને કાંઈ સંતાન ન હોવાનું સુધર્મને કાંઈ જ દુઃખ ન હતું, પરંતુ એ કારણે સુદેહા બહુ જ દુઃખી રહ્યા કરતી હતી, અને સર્વ વિદ્યાઓમાં પંડિત એવા પોતાના પતિને પુત્રની પ્રાપ્તિ થાય, એ માટે દરરોજ શિવજીને પ્રાર્થના કરતી.
પોતાને ત્યાં પુત્ર-જન્મ થાય તેવી ઈશ્વરની ઈચ્છા જ નથી, એમસુધર્મે અનેક વાર સમજાવ્યા છતાં જ્યારે સુદેહા સમજી નહીં, ત્યારે સુધર્મ કમળનાં બે પુષ્પી લઈ આવ્યો. તેમાંનું એક પુત્ર-પ્રાપ્તિ માટે ધાર્યું અને સુદેહાને એ બેમાંથી એક પુષ્પબ લેવા કહ્યું. સુદેહાએ જ્યારે ન ધારેલ પુષ્પા ઊપાડ્યું, ત્યારે સુધર્મે નિસાસો નાખીને પુત્રની આશા છોડી દેવા સુદેહાને સમજાવ્યું, છતાં સુદેહા સમજી જ નહીં અને બીજાં લગ્ન કરી લેવા સુધર્મને સમજાવવા લાગી. બીજાં લગ્નથી તેમનાં સુખી દાંપત્યજીવનમાં કંકાસ આવશે, એવી ભીતિ સુધર્મે દર્શાવી, ત્યારે સુદેહાએ પોતાની બહેન ધુષ્ણાા સાથે લગ્ન કરવા સુધર્મને વિનંતી કરી. સુધર્મે સુદેહાને સમજાવવા લાખ કોશીશ કરી કે જ્યારે ધુષ્ણાે તેની પત્ની થશે અને જો પુત્ર-જન્મ થશે તો તેની ખૂબ ઇર્ષ્યા? કરીને તું વધારે દુઃખી થઈશ, પરંતુ પતિવ્રતા સુદેહાએ કહ્યું કે ધૃષ્ણાે પોતાની નાની બહેન છે, બંને વચ્ચે અત્યંત સ્નેહ છે અને પોતાની સંમતિથી જ લગ્ન થતાં હોવાથી કશું જ થશે નહીં. આથી અંતે સુધર્મે ધૃષ્ણા્ સાથે વિધિપૂર્વક લગ્ન કર્યાં. સુદેહા હંમેશની માફક ધૃષ્ણા? સાથે સ્નેહથી રહેવા લાગી, ઘરની સેવા કરવા લાગી, અને ધૃષ્ણાન પણ સુદેહાની સલાહ લઈને જ વર્તતી હતી.
 
ધૃષ્ણા? પણ સુધર્મને અને સુદેહા જેટલી જ ધર્મનિષ્ઠક હતી. એ બંનેની સલાહથી ધૃષ્ણા? દરરોજ એક સો આઠ પાર્થિવ શિવલિંગ બનાવીને તેમ જ તેનું પુજન કરીને બાજુના સરોવરમાં પધરાવવા લાગી. એમ કરતાં કરતાં જે સર્વ મનોવાંચ્છિત ફળ આપનારી છે. તે એક લાખ પાર્થિવ શિવલિંગોની પૂજા પૂર્ણ થઈ. આથી શિવજી પ્રસન્ન થયા અને ધૃષ્ણા ને પુત્ર-જન્મ થયો. સુધર્મ, સુદેહા અને ધૃષ્ણા? અને બીજા સર્વ લોકો આનંદિત થઈને સુખના દિવસો વીતાવવા લાગ્યા. પુત્ર ચતુર અને દેખાવડો હતો. સુદેહાનું હ્રદય શીતળ અને માયાળુ હતું, પણ જેમ જેમ વર્ષો વીતતાં ગયાં તેમ તેમ તે તલવાર જેવું તીક્ષ્ણન બનતું ગયું અને મનમાં ને મનમાં ધૃષ્ણા, પ્રત્યે ઈર્ષ્યાા અને સ્પર્ધા થવા લાગ્યાં. એક તરફ પોતાના પુત્ર અને બંને પત્નીઓને જોઈને સુધર્મના હર્ષનો પાર ન હતો અને તેમના સગાં-સંબંધીઓ આ ભાગ્યશાળી વિદ્વાન કુટુમ્બની પ્રશંસા કરતાં હતાં, ત્યારે બીજી તરફ સુદેહા મનમાં ને મનમાં ઈર્ષ્યાુની ભયંકર આગમાં બળી રહી હતી. દિવસો વીતતાં ગયાં, અને પુત્ર ઉંમરલાયક થતાં ત્યાંના બ્રાહ્મણો પોતાની કન્યાઓ માટે માંગા લાવવા લાગ્યા, અને પછી તો તેનાં વિધિપૂર્વક લગ્ન પણ થયાં. પરંતુ હવે તો ઘરમાં પુત્રવધૂ આવ્યાનો આનંદ પણ સુદેહાથી સહન થતો ન હતો. તેને એવા જ વિચારો આવવા લાગ્યા કે હવે તો જે કાંઈ છે તે બધું જ ધૃષ્ણા નું જ છે અને ઘરમાં મારું તો કાંઈ જ નહીં, આ પુત્ર પુત્રવધૂ આખરે તો તેનાં જ છે, એ મારાં તો છે જ નહીં, ઊલટાનાં તેઓ તો મારી સંપત્તિ પણ પચાવી પાડશે આવા કુવિચારોથી તેનું મગજ એવું ફરી ગયું કે હવે આ દુઃખનો અગ્નિ તો માત્ર ધૃષ્ણા નાં આંસુઓથી જ ઠરશે, એમ વિચારીને પોતાના સાવકા પુત્રને મારી નાખવાનો નિર્ણય કર્યો. એક રાત્રે એ પુત્ર જ્યારે તેની પત્ની સાથે નિદ્રાવશ હતો, ત્યારે સુદેહાએ તેને મારી નાખ્યો અને જે સરોવરમાં ધૃષ્ણાર પાર્થિવ શિવલિંગોને હંમેશ પધરાવતી હતી, તેમાં નાખીને ઘરમાં આવીને પાછી નિરાંતે સૂઈ ગઈ. હવે તેનાં દુઃખ અને ઈર્ષ્યાીનો અગ્નિ શાંત થઈ ગયો. સવાર પડતાં સુધર્મ અને ધૃષ્ણાણ પોતપોતાના નિત્યકર્મમાં પડી ગયાં. સુદેહા પણ મનમાં આનંદની લાગણી સાથે ઉત્સાહથી ઘરનું કામ કરવા લાગી ગઈ. તેવામાં પુત્રવધૂ પણ જાગી. પરંતુ પોતાના પતિની પથારી લોહીથી તરબોળ હતી અને ત્યાં પોતાના પતિને ન જોતાં તેને ફાળ પડી અને આઘાતથી જોરથી ચીસ પાડી ઊઠી; ધૃષ્ણા્ને વાત કરી અને ઘરમાં રોકકળ થઈ પડી. સુદેહા પણ જાણે ખૂબ જ દુઃખી થઈ હોય તેમ બનાવટી રુદન કરવા લાગી.
આ અસહ્ય દુઃખ છતાં ધૃષ્ણાણ પાર્થિવ શિવલિંગોનાં પૂજનમાં કાયમી વ્રતથી ડગી નહીં. આ વ્રતવિધિ જ્યાં સુધી સમાપ્તજ થયો નહીં, ત્યાં સુધી સુધર્મ પણ પોતાનું દુઃખ વરતાવા દીધા વગર સ્વસ્થ રહ્યો. આ પછી બંને જણાએ લોહીથી ખરડાએલી પથારી થોઈ. આથી અત્યંત દુઃખ થયું, પરંતુ જેણે પુત્ર આપ્યો? છે તે જ રક્ષા કરશે, એવી અચળ શ્રદ્ધાથી મનને મનાવીને હંમેશની માફક ધૃષ્ણાર તો પાર્થિવ શિવલિંગોને પધરાવવા સરોવરે ચાલી ગઈ. સરોવરમાં શિવલિંગોને પધરાવીને ધૃષ્ણાો પાછી ફરી રહી હતી ત્યાં તો કાંઠા પર બેઠેલો તેના મૃત પુત્રે સાદ પાડ્યો કે ‘હે માતા ! મારી પાસે આવ. હું તને મળવા તત્પર છું. હું મરી ગયો હતો, પણ તારાં પુણ્યના પ્રતાપથી તેમ જ ભગવાન શંકરની કૃપાથી હું હમણાં જ જીવતો થયો છું.‘ આમ છતાંય, ધૃષ્ણાે દુઃખી પણ ન થઈ અને હર્ષ પણ પામી નહીં. તેણે તેનું સ્વસ્થ મન જાળવી જ રાખ્યું અને ભગવાન શંકરને યાદ કરીને આદર અને ભક્તિથી પ્રણામ કર્યા.
ત્યાં તો કૈલાસપતિ શંકર સાક્ષાત્ પ્રકટ થયા અને તેની ભક્તિથી પ્રસન્ન થઈને દર્શન આપ્યાંભ અને કહ્યું કે ‘પેલી દુષ્ટત સુદેહાએ જ તારા નિર્દોષ પુત્રને મારી નાખ્યો હતો અને તારા જેવી મારી અનન્ય ભક્તને અપાર દુઃખ આપ્યુંદ હોવાથી હું જ તે સુંદર દેહવાળી પાપાત્માને આ ત્રિશૂળથી મારી નાખી.‘ ત્યારે ધૃષ્ણાોએ અતિ આદર અને નમ્રતાથી ઉદારતા દાખવતાં કહ્યું કે ‘હે કૃપાસાગર ! સુદેહા તો મારી બહેન છે, તેથી આપે તો તેનું રક્ષણ કરવાનું છે. માટે હે મારા ઈષ્ટસદેવ ! તેને સદ્દબુદ્ધિ આપો.‘
ધૃષ્ણાગનાં ભક્તિ અને નિઃસ્વાર્થ સ્વભાવથી અતિ પ્રસન્ન થઈને કૈલાસપતિએ ‘તથાસ્તુ‘ કહીને વરદાન માગવા કહ્યું ત્યારે ધૃષ્ણા્એ પ્રણામ કરીને પ્રાર્થના કરી કે ‘આપ તો મારા ઈશ્વર છો, આપ તો જાણો જ છો કે મારે કાંઈ જ જોઈતું નથી, મારો પુત્ર પણ આપે મને પાછો આપ્યોઆ છે, પરંતુ સંસારનાં કલ્યાણ અને લોકોના રક્ષણ માટે આપ અહીં કાયમ માટે વાસ કરો.‘ ધૃષ્ણામના આ પ્રકારનાં ભક્તિપૂર્ણ અને નિરભિમાની વચન સાંભળીને ભગવાન શંકર મહાદેવે ધૃષ્ણાધને આશીર્વાદ આપ્યા્ કે ‘તારા વંશમાં એક સો પેઢી સુધી શ્રેષ્ઠહ પુત્રો થશે કે જે તારા પરિવાર જેવા જ ગુણવાન, વિદ્વાન, ભક્તિમાન, ધનવાન તેમ જ તારા જેવી સુંદર પત્નીઓ પામનાર થશે; સૌના રક્ષણ અને કલ્યાણ અર્થે હું અહીં કાયમ રહીશ.‘ એમ કહીને મહેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગનું સ્વરૂપ ધારણ કરીને સ્થિત થઈ ગયા. આ જ્યોતિર્લિંગ ધૃષ્ણા? ઈશ્વર એટલે કે ધૃષ્ણેોશ્વર તરીકે અનાદિકાળથી અહીં પૂજાતું આવ્યું છે. ધૃષ્ણેતશ્વરને કેટલાક લોકો ધૃષ્મેલશ્વર તેમ જ ધુસૃણેશ્વર વગેરે અપભ્રંશ નામોથી પણ પૂજે છે.
Grishneshwar Temple in Daulatabad
Grishneshwar Temple in DaulatabadGrishneshwar Temple is an ancient pilgrimage site revered as the abode of one of the 12 Jyotirlinga manifestation of Lord Shiva. The Grishneshwar Jyotirlinga shrine is located at a village called Verul, which lies 20 km from Daulatabad (near Aurangabad in Maharashtra) and approximately 100 kms from Manmad station. Located close to Daulatabad (once known as Devagiri) is the popular tourist attractions Ajanta - Ellora.

The Grishneswar Temple was constructed by Ahilyabhai Holkar who also re-constructed the Kashi Viswanatha Temple at Varanasi and the Vishnu Paada Temple at Gaya. The Grishneshwar Temple is also known by several other names like Kusumeswarar, Ghushmeswara, Grushmeswara and Grishneswara.

Legend Behind Grishneshwar Temple
According to Shivapuran, in the southern direction, on a mountain named Devagiri lived a Brahmin called Brahmavetta Sudharm along with his wife Sudeha. The couple did not have a child because of which Sudeha was sad. Sudeha prayed and tried all possible remedies but in vain. Frustrated of being childless, Sudeha got her sister Ghushma married to her husband. On the advice of her sister, Ghushma used to make 101 lingas, worship them and discharge them in the near by lake.

With the blessings of Lord Shiva, Ghushma gave birth to a baby boy. Because of this, Ghushma became proud and Sudeha started feeling jealous towards her sister. Out of jealously, one night she killed Ghushma’s son and threw him in the lake where Ghushma used to discharge the lingas.

Next morning, Ghushmas and Sudharm got involved in daily prayers and ablutions. Sudeha too, got up and started performing her daily choirs. Ghushma’s daughter-in-law, however, saw stains of blood on her husband’s bed and parts of the body drenched in blood. Horrified, she narrated everything to mother-in-law Ghushma who was absorbed in worshipping Shiva. Ghushma did not deter. Even her husband Sudharma did not move an inch. Even when Ghushma saw the bed drenched in blood she did not break down and said he who has given me this child shall protect him and started reciting ‘Shiva-Shiva’. Later, when she went to discharge the Shivalingas after prayers she saw her son coming. Seeing her son Ghushma was neither happy nor sad. At that time Lord Shiv appeared before her and said - I am pleased with your devotion. Your sister had killed your son. Ghushma told Lord to forgive Sudeh and emancipate her. Pleased with her generosity, Lord Shiva asked her another boon. Ghushma said that if he was really happy with her devotion then he should reside here eternally for the benefit of the multitudes in form of a Jyotirling and may you be known by my name. On her request, Lord Shiva manifested himself in the form of a Jyotirling and assumed the name Ghushmeshwar and the lake was named as Shivalaya thereafter.

 

 

 

 

12 Jyotirlinga

Somnath TempleMallikarjun TempleMahakaleshwara TempleOmkareshwar Temple
Vaidyanath TempleBhimashankar TempleRameshwaram TempleNageshwar TempleVishwanath Temple
Trimbakeshwar Temple Kedarnath TempleGrishneshwar TempleCopyright all right reserved 12jyotirlinga.com