Home

Somnath TempleMallikarjun TempleMahakaleshwara TempleOmkareshwar Temple
Vaidyanath TempleBhimashankar TempleRameshwaram TempleNageshwar Temple
Vishwanath TempleTrimbakeshwar Temple Kedarnath TempleGrishneshwar Temple

 

A Jyotirlinga or Jyotirling or Jyotirlingam is a shrine where Lord Shiva, an aspect of God in Hinduism is worshipped in the form of a Jyotirlingam or "Lingam of light." There are twelve traditional Jyotirlinga shrines in India.

વિવિધ ક્ષેત્રમાં ઉપયોગી ૫૦ વેબસાઈટ્સ ટેકનોલોજી

 1. www.google.com - ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સર્ચ એન્જિનમાંથી સૌથી વધારે ઉપયોગમાં લેવાતું આ સર્ચ એન્જિન અઢળક માહિતીનો ખજાનો ધરાવે છે. વિશ્વભરના વિવિધ વિષયોની માહિતી એકમાત્ર ક્લિક કરવાથી મળી રહે છે. અહીં તમે ડોક્યુમેન્ટસ, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન વગેરેને ઓનલાઈન સ્ટોર કરી શકો. અહીં ઓનલાઈન મેસેજીંગ સવલતો પણ ઉપલબ્ધ છે.
 2. www.backpackit. com - પ્રોજેકટસ માટે લિસ્ટસ, નોટસ, આઈડિયાઝ અને કેલેન્ડર વગેરે ઘણી માહિતી ઉપલબ્ધ છે.
 3. www.getnetwise.org - ઈન્ટરનેટને સુરક્ષિત રાખવાની માહિતી, વાઈરસ ટાળવા, અન્ય વ્યક્તિને તમારી અંગત માહિતી એક્સેસ કરતા અટકાવવા વગેરેની ટેકનિકલ જાણકારી અહીં ઉપલબ્ધ છે.
 4. www.dafont.com - આ સાઈટ પર ૭૫૦૦ ફ્રી ફોન્ટ ઉપલબ્ધ છે.
 5. www.pando.com - વેબ ઉપર ગમે તેટલી લાર્જ સાઈઝની ફાઈલ ઝડપથી મોકલવી હોય તો આ સાઈટ ઉપયોગી છે.
 6. www.anonymouse.org - તમે કોણ છો અને ક્યાં છો તેની ઓળખ આપ્યા વગર વેબ સર્ફ કરો.
 7. www.ilounge.com - તમારા આઈપોડ અને તેને લગતા સોફટવેર માટે અહીં હિન્ટસ, ટિપ્સ ઉપલબ્ધ છે.
 8. www.only2clicks.com - જો તમે અમુક પસંદગીની વેબસાઈટ યુઝ કરતા હો તો તમારું હોમપેજ ક્રિએટ કરો. સિમ્પલ, ફ્રી એન્ડ પ્રેકટિકલ.
  મનોરંજન
 9. www.bbc.co.uk/iplayer - બીબીસી પરથી ઓન ડિમાન્ડ ટોલીવિઝન અને રેડિયો પ્રોગ્રામ્સ અહીં ઉપલબ્ધ છે.
 10. www.imdb.com - વિશ્વના એકટર્સ, ડાયરેકટર્સ, લોકેશન્સ અને પ્લોટસની વિશાળ માહિતી અહીં ઉપલબ્ધ છે.
 11. www.rottentomatoes.com - ફિલ્મસ વિશે વિવેચકો શું વિચારે છે તેની વિસ્તૃત જાણકારી આ સાઈટ પર મળે છે.
 12. www.cricinfo.com - ક્રિકેટવિશ્વની સંપૂર્ણ જાણકારી આ સાઈટ આપે છે.
 13. en.beijing2008.cn - ઓલોમ્પિકના સમાચાર, કાર્યક્રમો, ફિચર્સ, અને ગેઈમ્સના કાઉન્ટડાઇનની સંપૂર્ણ વિગતો અહીંથી મળે છે.
 14. www.radio-locator.com - તમારા કોમ્પ્યુટર પર હજારો ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન્સ તમે સાંભળી શકો છો.
 15. www.instructables.com - વરસાદી દિવસોમાં બાળકો કે મોટેરાંઓ ઘરમાં બેસીને બોર થતા હો તો તમારી માટે આ એક ઉત્તમ સાઈટ છે.
 16. www.anagrammer.com - અહીં પ્લેયર્સ માટે એનાગ્રામ મશીન છે અને તમે ક્રોસવર્ડ તથા સૂડોકુ પણ સોલ્વ કરી શકો છો.
 17. www.screenonline.org.uk - બ્રિટિશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્લોટસ, ફિચર્સ, સ્ટેસ્ટિકસ અને ન્યૂઝ અહીં જાણી શકાય છે.
 18. www.goodreads.com - તમારું વાંચન વધારો. પુસ્તકોના ઓનલાઈન કેટલોગ મેળવો. અહીં તમારા આનંદ માટે બીજું પણ ઘણું છે.
 19. www.tvguide.co.uk - બ્રિટનની પ્રાદેશિક અને કેબલ ટેલીવિઝનના ન્યૂઝ, ફિચર્સ અને લિસ્ટીંગ અહીં ઉપલબ્ધ છે. તમે તમારી ગમતી ચેનલ જોઈ શકો છો.
 20. www.football365.com - બ્રિટનના રીલ ફૂટબોલની આ એક વિશ્વસનીય સાઈટ છે. સલાહ અને માહિતી
 21. www.marumushi.com/apps/newsmap - આખા વિશ્વની ન્યૂઝસ્ટોરીની વિસ્તૃત ગ્રાફિકલ માહિતી આ સાઈટ પર મળે છે. આખી સ્ટોરી વાંચવા માટે જે-તે મેટર પર ક્લિક કરો.
 22. www.nationmaster.com - વિશ્વના દરેક દેશોના નકશા, આંકડાકીય માહિતી વિશાળ પાયા પર ઉપલબ્ધ છે. જેમાંથી સરળતાથી માહિતી મળી રહે છે.
 23. www.wikipedia.org - આ સાઈટ પર કોઈપણ વ્યક્તિ માહિતી અપડેટ કરી શકે છે માટે આ વેબસાઈટની માહિતી સંપૂર્ણ વિશ્વસનીય નથી. છતાં આ સાઈટ પરથી અઢળક માહિતી મળી શકે છે.
 24. www.about.com - આ સાઈટ પર તમને તમારા પ્રશ્નોના જવાબ મળી શકશે. જો કે કેટલાક પ્રશ્નોના જવાબ તેની પાસે નથી હોતા. પણ કોઈ વિષયના સંશોધન માટે આ એક સારી શરૃઆત છે.
 25. www.need2know.co.uk - યુવાનો માટે હેલ્થ, ફિટનેસ, અભ્યાસ કેવી રીતે કરવો અને જોબ માટે એપ્લાય કેવી રીતે કરવું વગેરેને લગતી જરૃરી માહિતી મળી રહે છે.
 26. babelfish.altavista.com - યુરોપિયન ભાષાઓ અને ચાઈનીઝ ભાષામાંથી ઓટોમેટિક ટ્રાન્સલેશન થઈ જાય છે. કયારેક વિચિત્ર પરિણામ પણ મળી શકે છે. માટે તે સંપૂર્ણ ભરોસાપાત્ર નથી.
 27. www.ehow.com - પડદા પર પડેલા ડાઘ દૂર કરવાથી માંડી સેકન્ડહેન્ડ કારની ખરીદી માટેનું માર્ગદર્શન તમને આ સાઈટ આપે છે.
 28. uncyclopedia.org - આ એક એવું એનસાઈક્લોપીડિયા છે જ્યાં બધું જ સાચું નથી. તમે પણ તમારી રસ, રુચિ પ્રમાણે તેમાં માહિતી ઉમેરી શકો.
 29. www.DesignMyRoom.com - તમને ગમતાં હોમડેકોરથી ઘર, ઓફિસ સજાવવાના માર્ગદર્શન માટે આ સાઈટ ઉપયોગી છે. કલર, ર્ફિનચર, એસેસરીઝ વગેરે પસંદ કરી પબ્લિશ કરો અને ઓનલાઈન રિઝલ્ટ મેળવો.
 30. www.Refdesk.com - આ સાઈટ પર વિઝયુઅલ થિસોરસ જેવી માહિતી ઉપલબ્ધ છે. ડિક્ષનેરી અને કેલેન્ડર વિશે પણ વિસ્તૃત માહિતી આ સાઈટ પરથી મળી રહે છે.
 31. eggcorns.lascribe.net - આધુનિક લાઈફસ્ટાઈલ પ્રમાણે દરેક વિષયની વિસ્તૃત અને સાચી દિશામાં દોરવણી આપતી આ સાઈટ છે.
 32. www.aldaily.com - સમગ્ર વિશ્વના અતિબૌદ્ધિકો માટેના સામાયિકોમાં ઉપલબ્ધ આર્િટકલ્સ રોજેરોજ અહીં ઉપલબ્ધ છે.
 33. www.askphilosophers.org - અમેરિકન અને બ્રિટિશ ફિલોસોફી સ્કોલર્સ લોકો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે.
 34. www.when-is.com - જ્યુઈશ, ક્રિશ્ચયન, બૌદ્ધ, મુસ્લિમ, હિંદુ અને અમેરિકન રજાઓની ૨૦૧૦ સુધીની માહિતી આ સાઈટ પરથી મળી રહે છે.
  હાઉસ એન્ડ હોમ
 35. www.DesignMyRoom.com - તમને ગમતાં હોમડેકોરથી ઘર, ઓફિસ સજાવવાના માર્ગદર્શન માટે આ સાઈટ ઉપયોગી છે. કલર, ર્ફિનચર, એસેસરીઝ વગેરે પસંદ કરી પબ્લિશ કરો અને ઓનલાઈન રિઝલ્ટ મેળવો.
 36. noisemapping.org - એરિયા પસંદ કરી તેના પર ક્લિક કરો અને જાણો કે તે એરિયા કેટલો નોઈઝી છે. અત્યારે માત્ર લંડનનો જ મેપ ઉપલબ્ધ છે પણ ધીરે ધીરે બાકીના એરિયાના મેપ પણ આ સાઈટ પર આવી જશે.
 37. www.primelocation.com - પ્રોપર્ટી શોધવા માટેની એક ઉપયોગી વેબસાઈટ છે. યુકે બેઈઝડ હોવા છતાં તેમાં આંતરરાષ્ટ્રીય માહિતી સારી છે.
 38. www.ratedpeople.com - આ સાઈટ પર સ્થાનિક વેપારીઓ સપ્લાયર્સ પાસેથી ક્વોટસ અને અગાઉના ગ્રાહકોના રેટીંગ મળી શકે.
 39. www.zoopla.co.uk - આ લિસ્ટની સૌથી જોખમી સાઈટ છે. અહીં તાજેતરમાં વેચાવાની પ્રોપર્ટીના ભાવ અને ટ્રિકી ટિપ્સ આપેલી છે. સામાજિક
 40. www.facebook.com - સોશ્યલ નેટર્વિંકગની સાઈટસમાં સમગ્ર વિશ્વમાં અત્યારે લોકપ્રિય બનેલી આ સાઈટ છે. તમારા મિત્રો સાથે ટચમાં રહેવા, નવા મિત્રો બનાવવા આ સાઈટ ઉપયોગી છે.
 41. www.technorati.com - ઈન્ટરનેટ પર ઘણા બધા બ્લોગ ઉપલબ્ધ છે. તમને રસ હોય તે વિષય પર બ્રાઉઝ કરો અને સારા બુકમાર્ક બ્લોગસ વિશે માહિતી મેળવો.
 42. www.flickr.com - તમારા ફોટોગ્રાફ નેટ પર મૂકવા હોય તો શું કરવું જોઈએ તેની જાણકારી તમને આ સાઈટ પરથી મળી રહે છે.
 43. www.babycentre.co.uk - ચાઈલ્ડકેર માટે ઉપયોગી તમામ અધિકૃત માહિતી તમને આ સાઈટ પરથી મળી રહેશે. શોપિંગ
 44. www.giftgen.co.uk - કોને, કઈ ગિફટ આપવી એ અંગે તમે મૂંઝાયેલા હો તો આ સાઈટ તમને જરૃરી માર્ગદર્શન આપશે.
 45. www.ebay.co.uk - તમે કોઈપણ પ્રકારની ખરીદી ઓનલાઈન કરી શકો છો. તમે કદાચ ભાષા ન જાણતા હો તો પણ તેનો લેઆઉટ તો સરખો જ રહે છે અને તમે સરળતાથી તે સાઈટનો ઉપયોગ કરી શકો છો.
 46. www.corkd.com - આ સાઈટ પર શોપિંગનો આનંદ મેળવો સાથે શોપિંગ માટે જરૃરી ટિપ્સ અને લોકોના સજેશન્સ પણ મેળવો.
 47. www.ilovejeans.com - માત્ર મહિલાઓ માટેની આ સાઈટમાં અલગ-અલગ સ્ટાઈલ, બોડીટાઈપ અને બ્રાન્ડના જિન્સ વિશે વિસ્તૃત જાણકારી મળી રહેશે. ટ્રાવેલ
 48. www.skyscanner.net - તમારા પીસી આગળ બેસી વિશ્વના વિવિધ સ્થળો સુધી પહોંચવાની વ્યવસ્થા વિશે જાણો અને ત્યાં જ બેઠા-બેઠા ટિકિટ બુક કરાવી શકો.
 49. www.carbonneutral.com - આ વેબસાઈટ દ્વારા પૃથ્વીના વિવિધ ભાગો વચ્ચેનું અંતર માપવા માટે ઓનલાઈન કેલ્કયુલેટર મળી રહે છે.
 50. www.expedia.com - ઓલરાઉન્ડ ટ્રાવેલ ગાઈડન્સ મળી રહે તેવી આ સાઈટનો ઉપયોગ તમે તમારી રજાઓના પ્લાનિંગ માટે કરી શકો. જે-તે સ્થળ પર ક્લિક કરી ટ્રાવેલ્સની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે.